logo

લાખણીની લક્ષ્મીપાર્ક સોસાયટીમાં ગણપતિ દાદાને વાજતે ગાજતે વિદાય અપાઇ લાખણી:- લાખણીમાં આવેલી લક્ષ્મીપાર્ક સોસાયટીમા

લાખણીની લક્ષ્મીપાર્ક સોસાયટીમાં ગણપતિ દાદાને વાજતે ગાજતે વિદાય અપાઇ

લાખણી:- લાખણીમાં આવેલી લક્ષ્મીપાર્ક સોસાયટીમાં મિત્ર મંડળ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવ અંતર્ગત ગત ભાદરવા સુદ-૧૪ ના રોજ ઉત્સાહભેર વિશ્વેશ્વરની બનાસ નદીમાં ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતુ.
બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં પણ વિઘ્નહર્તા ભગવાન ગણપતિના મહોત્સવનું રંગારંગ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાખણીની લક્ષ્મીપાર્ક સોસાયટીમાં પણ ભાદરવા સુદ-૪ ને ગણેશ ચતુર્થીના પાવન દિવસે મિત્ર મંડળ દ્વારા ગણપતિની આકર્ષક પ્રતિમાની વિધિવત સ્થાપના કરાઈ હતી.
બાદમાં દરરોજ આરતી અને રાસ-ગરબા દ્વારા શ્રધ્ધાળુ ભાઈ બહેનો દ્વારા ગણપતિજીની પૂજા અર્ચના અને ઉપાસના કરવામાં આવી હતી. તેથી ધાર્મિકતાનો માહોલ છવાયો હતો. બાદમાં ભાદરવા સુદ-૧૪ના રોજ વાજતે-ગાજતે ગણપતિની પ્રતિમા વિશ્વેશ્વર લઈ જવાઈ હતી. જયાં બનાસ નદીના નીરમાં ગણેશજીની પ્રતિમાનું ભાવવાહી માહોલમાં વિસર્જન કરવામાં આવ્યું હતુ. ત્યારે 'ગણપતિ બાપા મોરીયા'ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.

અહેવાલ:- મુકેશ સોની લાખણી

16
14683 views